મંગળવાર, 30 જૂન, 2020

samju ne su kahevay સમજુને શું કહેવાય

Samju Ne Su Kahevay Jain Stavan Gujarati

સમજુને શું કહેવાય ( ૨ ) 
ઓ નાથ તારા મિલન વિના , મારું જીવન કેમ જીવાય 
નયનો અધીરા થાય ( ૨ ) 


ઓ નાથ તારા મિલન વિના , મારું જીવન કેમ જીવાય
સમજુને શું કહેવાય ( ૨ )  

તું સોળે કળાએ પૂરો , તારી સામે સાવ અધૂરો ( ૨ ) 
મારાથી કયાં પહોંચાય ... ( ૨ )  ઓ નાથ  તારા મિલન વિના , મારું જીવન કેમ જીવાય
સમજુને શું કહેવાય ( ૨ )  

નયનોનાં નૂર ખોયા , રંગરાગ જગતના જોયા ( ૨ ) 
બળતામાં ઘી હોમાય ... ( ૨ ) ઓ નાથ  તારા મિલન વિના , મારું જીવન કેમ જીવાય  
સમજુને શું કહેવાય ( ૨ )  

પ્રભુ પાર્શ્વ સદાયે હસતા , મારા મનમંદિરમાં વસતા ( ૨ ) 
છોડીને ના જવાય . . . મારી ખામી કયાં દેખાય . . .
( ૨ ) ઓ નાથ  તારા મિલન વિના , મારું જીવન કેમ જીવાય  
સમજુને શું કહેવાય ( ૨ )  

2 ટિપ્પણીઓ:

સ્તવન સર્ચ કરો

Back To Top