સોમવાર, 29 જૂન, 2020

Maro Dhanya Banyo Aaje મારો ધન્ય બન્યો

Maro Dhanya Banyo Aaje Lyrics


મારો ધન્ય બન્યો આજે અવતાર કે મળ્યા અને પરમાત્મા 
કરું મોંધો ને મીઠો સત્કાર કે મળ્યા અને પરમાત્મા ... 

શ્રદ્ધાના લીલુડાં તોરણ બંધાવું ભક્તિના રંગોથી આંગણ સજાવું 

હો ... સજે હૈયું સોનેરી શણગાર કે મળ્યા અને પરમાત્મા ... 

પ્રીતિનાં મઘમઘતાં ફૂલડે વધાવું 
સંસ્કારે ઝળહળતા દીવડા પ્રગટાવું 
હો ... કરે મનનો મોરલિયો ટહુકાર 
કે મળ્યા અને પરમાત્મા ... 

ઉરના આસનીએ હું તો પ્રભુને પધરાવું 
જીવન આખું તારા ચરણે બિછાવું 
હો ... હવે થાશે આતમનો ઉદ્ધાર 
કે મળ્યા અને પરમાત્મા ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Feed

સ્તવન સર્ચ કરો

Back To Top