ગુરુવાર, 25 જૂન, 2020

Dada Ne Shikhare Betho Mor દાદાને શિખરે બેઠો રે

Dada Ne Sikhare Betho 


દાદાને શિખરે બેઠો રે ... મોર કાં બોલે 
મોર કાં બોલે રે મોર કાં બોલે . . . દાદા . 
મોર બોલે શેત્રુંજય ઉપર મોર બોલે 

ત્યાં તો શોભે આદિનાથ 
એની શોભાનો નહીં પાર 
ચાલો ભેટવા જઈએ ... મોર કાં બોલે . . . દાદા .

મોર બોલે ગિરનાર ઉપર મોર બોલે 
ત્યાં તો શોભે નેમિનાથ 
ઉગારી રાજુલે રમણી નાર 
બન્ને મોક્ષે ગયા સાથ . . . મોર કાં બોલે . . . દાદા . 

મોર બોલે શંખેશ્વરમાં . . . મોર બોલે 
ત્યાં તો શોભે પારસનાથ . . . 
ઉગાર્યો આગમાંથી નાગ 
એના મહિમાનો નહિ પાર . . . મોર કાં બોલે ... દાદા .

મોર બોલે પાવાપુરીમાં મોર બોલે 
ત્યાં તો શોભે વીર ભગવાન 
ઉગારી ચંદનબાળા નાર 
ઉગાર્યો ચંડકૌશિક નાગ . . . મોર કાં બોલે . . . દાદા .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top