શનિવાર, 27 જૂન, 2020

Badhi Milkat Tane Dharu to Pan બધી મિલકત તને ધરું તો પણ


Badhi Milkat Tane Dharu to Pan



બધી મિલકત તને ધરું તો પણ , તારી કરુણાની તોલે ના આવે 
તેં મને પ્યાર જે કર્યો ભગવંત , મારાથી એનું મૂલ ના થાય . ... . 

જિંદગી ભર તને ભજું તો પણ , તારી મમતાની તોલે ના આવે 
તેં મને પ્રેમ જે દીધો ભગવંત , મારાથી એનું મૂલ ન થાય . . . 

અનાદિ કાળથી ભટકવામાં , કોઈ સ્થાને મિલન થયું તારું 
યા તો ઉપદેશ મેં સુલ્યો તારો જેણે બદલી દીધું જીવન મારું 

ભોમિયા તો ઘણા મળ્યા મુજને , કોઈ પ્રભુ તારી તોલે ના આવે 
તેં મને રાહ જે બતાવ્યો છે , મારાથી એનું મૂલ્ય ના થાય ... . 

મને સાચી સલાહ તેં દીધી , એથી આચરણ મેં કર્યું એનું 
સાચી કરણી કરી કોઈ ભવમાં , આ ભવે ફળ મળ્યું મને એનું 

મારા ઉપકારી છે ઘણાં જગમાં , કોઈ પ્રભુ તારી તોલે ના આવે 
તેં મને ધર્મ જે પમાડ્યો છે , મારાથી એનું મૂલ ન થાયે ... 

મળ્યાં છે જે સુખો મને આજે , એ બધા ધર્મના પ્રભાવે છે 
તારા ચરણે બધું ધરી દેતાં , મને આનંદ અતિ આવે છે 

તારું આ ઋણ ક્યારે ચૂકવાશે , મને અંદાજ એનો ના આવે 
ભવોભવ સેવના કરું તારી , તોયે સંતોષ મુજને ના થાય ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top