Darshan Dejo Nath
દરશન દેજો નાથ . . . દરશન દેજો નાથ
ભક્તો તારા તને પોકારે . . . દર્શન દેજો નાથ . દરશન દેજો નાથ .
અંતરની તમે આશા પૂરજો ... દુઃખડાં સૌના હરજો
દીનદયાળુ દાદા મારા . . રક્ષા સૌની કરજો
ભૂલું ના તને નાથ . . . છૂટે ના તારો સાથ . . . . ભક્તો .
પ્રભુ તારા ચરણોમાં હું ... . માગું તારી સેવા
શંખેશ્વરના પાર્થપ્રભુજી . . હો દેવાધિદેવા
લઈએ તારું નામ . . . ધરીએ તારું ધ્યાન . . . . ભક્તો .
અમી ભરેલી આંખડી તારી વરસે અમૃતધારા
કૃપાનિધિ કરુણાસાગર . . . . જગના પાલનહારા
દેજો મોક્ષનું ધામ ... હૈયે પૂરજો હામ . . . . ભક્તો .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો