Prabhu Aam Cheta Cheta
પ્રભુ આમ છેટા છેટા ના રહીએ
કોક દિ ' તો ( ૨ ) ભક્તોના થોડા થઈએ . . . પ્રભુ આમ .
મનનું મંદિર મેં તો એવું રે સજાવ્યું
આંસુનાં ફૂલડાંનું બિછાનું બિછાવ્યું
હવે સમજુને ઝાઝું શું કહીએ . . . ? પ્રભુ આમ .
નયના દીધાં પણ દરિસણ ના દીધાં
ઊંચે રે ગગને ખોરડે બેસણા રે કીધા
હવે તમને શી રીતે ધ્યાઈએ . . . ? પ્રભુ આમ .
આધિ ને વ્યાધિ ઉપાધિ સતાવે
મનડાની વાતોથી મનડું મુંઝાયે
તું જો સૂછો તો કરગરીએ . . . પ્રભુ આમ .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો