શનિવાર, 27 જૂન, 2020

full nahi to pakhadi ફૂલ નહિ તો પાંખડી

Full Nahi to Pakhadi lyrics


ફૂલ નહિ તો પાંખડી ... પ્રભુ તારા ચરણે ધરવી 
જનમ જનમની તન - મન - ધનની મોહ - વાસના હરવી ... ફૂલ નહિ . 

તારી દયાથી મળ્યું જે મુજને ... એ છે સઘળું તારું 
સ્વાર્થ અને અભિમાનથી ... હું કરતો મારું મારું 
આ જગની સૌ માયા મમતા ... તારા ચરણે ધરવી ... ફૂલ નહિ . 

નરક નિગોદના મહાદુઃખોથી તેં પ્રભુ અમને તાર્યા ? 
ક્ષણ ક્ષણ સમરે તું પ્રભુ અમને ... અમે ભલેને વિસાર્યા 
ઋણ અનંત છે પ્રભુ તારું ... શાની યાચના કરવી ? ... ફૂલ નહિ . 

આ સંસારે સુખ મેળવવા ... પાપનું પાણી વલોવ્યું 
સ્વામી તારી ભક્તિ જેવું ... . સુખ ક્યાંય ન જોયું 
ભક્ત હૃદય હું કરું સમર્પણ ... તમારે કરુણા કરવી ... ફૂલ નહિ .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top