Vir Balak Jinshasan Ne Vandan
વીર બાળકો . ... વીર બાળકો ... વીર બાળકો !
જિનશાસનને વંદન કરતાં આનંદ અતિ ઊભરાય
એની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ . . . વીર બાળકો .
સ્વનું જીવન પ્રથમ આપણે , શુદ્ધિયુક્ત કરશું ( ૨ )
પછી મૈત્રી ને ભક્તિના દાવે ... વિશ્વમાત્રમાં ફરશું ( ૨ )
જિનશાસનની દિવ્ય ધજાને ગગને લહેરાવીએ ....એની રક્ષા .
સાચા છે વીતરાગ ને , સાચી છે એની વાણી ( ૨ )
આધાર છે પ્રભુઆજ્ઞા , ને બાકી ધૂળધાણી ( ૨ )
એ જીવન મંત્ર છે આપણો ચાલો મંત્રિત થઈએ ....એની રક્ષા .
આપણી સામે આદર્શૉ છે ... કેવા ભવ્ય ચમકતા ( ૨ )
કાલક , કલ્પક કણાલ કપર્દી , કુમારપાળ મનગમત ( ૨ )
એ ઇતિહાસોનું નવસર્જન કરવા તત્પર બનીએ .... એની રક્ષા .
નથી જોવાતી નથી સહેવાતી , હીવના તુજ શાસનની ( ૨ )
મા તુજ ખાતર ફના થઈ જાશું નથી પરવા જીવનની ( ર )
આશિષ દે મા જંગ જીતવા કેસરિયા સહુ કરીએ .... એની રક્ષા .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો