મંગળવાર, 30 જૂન, 2020

Varshe Bhale Vadali ne વરસે ભલે વાદળી

Varshe Bhale Vadali ne Jain Stavan Gujarati


વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય 
દાદા તારો દીવડો કદી ન બુઝાય .વરસે ભલે .... 

આવે ભલે ને આંધી તોફાનો 
ભલે ને ઝંઝાવાત ઝીંકાય ... દાદા ... વરસે ભલે ... 

દરિયામાં ઊછળે મોજાં તોફાની 
પર્વત શિલાઓ ગબડી જાય ... દાદા 

એને બુઝવવા આવે અસુરો 
એ પણ હારીને ચાલ્યા જાય ... દાદા 

આવે ભલેને રાહુ ને કેતુ 
એનો પ્રભાવ પણ પાણી પાણી થાય ... દાદા

અલબેલા આદિનાથ ડુંગરે બિરાજે 
યાત્રા કરવાને સહુ દોડી દોડી જાય ... દાદા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Feed

સ્તવન સર્ચ કરો

Back To Top