Lago Cho Keva Pyara Paras Nath
લાગો છો કેવા પ્યારા પ્યારા પારસનાથ
લાગો છો પ્યારા . . .
લાગો છો પ્યારા તમે વામાના જાયા
વામાના લાલા મને લાગી છે માયા
મનોહર મૂર્તિવાળા પારસનાથ લાગો છો પ્યારા . . .
તારા રે દ્રારે દાદા ભક્તો રે આવે
ભક્તો રે આવે તારા ગુણલા રે ગાવે
દર્શન દેજો દયાળા પારસનાથ લાગો છો પ્યારા . . .
નામ તમારું દાદા હૃદયે રમે છે
ભક્તિ વિના અમને કાંઈના ગમે રે
અંતરમાં કરો અજવાળા પારસનાથ લાર્ગો છો પ્યારા . . .
મુખડું તમારું વાલા અતી મનોહારી
મુખડા ઉપર હું તો જાઉં વારી વારી
સેવકના થાજો રખવાળા પારસનાથ લાગો લો પ્યારા . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો