Yugo Thi Hu Pukaru Chu Jain Stavan lyrics
યુગોથી હું પુકારું છું , પ્રભુ ક્યારે કૃપા કરશો ?
વિનંતી હું ગુજારું છું , પ્રભુ ક્યારે કૃપા કરશો ?
પ્રવાસી કોઈ જંગલમાં ... સલામત આશરો શોધે
ગરમ રણમાં તરવરનો મુસાફર છાંયડો ગોતે
તમોને એમ ચાહું છું ... પ્રભુ .
સમાવી લે સરિતાને સમંદર જે ઉમળકાથી
તમે દિલમાં સ્વીકારી લો મને એવી જ મમતાથી
વિયોગે હું સુકાઉ છું... પ્રભુ
જનેતા જેમ ... ડગમગતા શિશુની આંગળી ઝાલે
તમે આપો સહારો તો સરળ મારી સફર ચાલે
તમારો સાથ માગું છું ... પ્રભુ .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો