Bandhan Bandhan Jankhe Maru Man
બંધન બંધન ઝંખે મારું મન ,
પણ આતમ ઝંખે છુટકારો ,
મને દહેશત છે આ ઝઘડામાં ,
થઈ જાય પૂરો ના જન્મારો , . . . . બંધન બંધન
મધુરાં , મીઠાં ને મનગમતાં ,
પણ બંધન અંતે બંધન છે ,
લઈ જાય જનમના ચકરાવે ,
એવું દુઃખદાયી આલંબન છે ,
હું લાખ મનાવું મનડાને ,
પણ એક જ એનો ‘ ઉંહકારો . . . . બંધન બંધન ,
અકળાયેલો આતમ કે ' છે ,
મને મુક્ત ભૂમિમાં ભમવા દો ,
ના રાગ રહે , ના ઢેષ રહે ,
એવી કક્ષામાં મને રમવા દો ,
મિત્રાચારી આ તનડાની ,
બે ચાર ઘડીનો ચમકારો , . . . બંધન બંધન ,
વરસો વીત્યાં , વીતે દિવસો ,
આ બે શક્તિના ઘર્ષણમાં ,
મને શું મળશે , વિષ કે અમૃત ,
આ ભવસાગરના મંથનમાં ?
ક્યારે પંખી આ પીંજરાનું ,
કરશે મુક્તિનો ટહુકારો ? . . . . બંધન બંધન .
Uttam
જવાબ આપોકાઢી નાખોઆભાર
કાઢી નાખો