બુધવાર, 24 જૂન, 2020

Dur Dur Thi Taara દૂર દૂરથી તારા દરબારે

Dur Dur Thi Taara 


દૂર દૂરથી તારા દરબારે આવિયા 
પાર્શ્વ પ્રભુજી ... તારા દરબારે આવિયા , 
દર્શન કરવાને હું તો શંખેશ્વર આવ્યો ; 
દર્શન દેજો રે દાદા રે ... દાદા રે ! ! 

તું છે સમર્થ દાદા એવું મેં જાણ્યું 
હું છું અજ્ઞાની કાંઈ વધુ ના હું જાણું ; 
આવ્યો છું તારે દ્વાર .... હૈયામાં ધરી હામ 
થાશે મુજને નિરાંત ... હવે થાવું ના નિરાશ ;
એવા એવા મનસૂબા ઘડી હું તો આવ્યો ... દર્શન દેજો .

જનમોજનમથી દાદા . . . મુજને તું જાણે 
પ્રીત તારી મારી દાદા . . લોકો શું જાણે ; 
કહેવું શું જગને આજ તારી મારી આ છે વાત 
સાચવજે મુજને નાથ . . વિનંતી છે મારી આજ ;
અંતરની પ્રાર્થના તું જાણે અજાણે 
. . . સુણજો રે . 

કરને કસોટી હવે બંધ મારા દાદા 
કર્મોના લેખ હવે . . . બદલ મારા દાદા ; 
સહેવાની શક્તિ ખૂટી ... . જીવનની આશ તૂટી 
લોક જાય લાજ લૂટી ... હવે મારી ધીરજ ખૂટી ; 
રડતો રઝળતો હું તો ... તારે દ્વારે આવ્યો . 
. . . . તારજો રે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top