Bhakti Kare Prbhu Ni
ભક્તિ કરે પ્રભુની એ ભવથી તરી જવાના
ચોર્યાશી કેરા ચક્કર પળમાં મટી જવાના
જવાના કાયમ મટી જવાના , દુનિયા છે આ દોરંગી
સ્વાર્થ તણા છે સંગી , સંગી સ્વાર્થ તણા છે સંગી
બાંધ્યા છે જે મિનારા આખર પડી જવાના . . . ચોર્યાશી
આ મારુ છે આ તારુ , જીવન બનાવે ખારુ . ( ૨ )
ધર્મ તણી આ વાતો હૈયે લખી જવાના . . . ચોર્યાશી
જીનવરનો પંથ સાચો , જંગનો છે રંગ કાચો ( ૨ ) .
જીનવરની આણા પાળે , એ જગ જીતી જવાના . . . ચોર્યાશી
સુખીયાના સુખે સુખી , દુખિયાના દુખે દુખી ( ૨ ) .
સમભાવે તે જે જીવો જગને જીતી જવાના . . . ચોર્યાશી
મુક્તિના સુખ ઝંખે સંસારના સુખ ડંખે ( ૨ )
નામ અમર એ માનો , જગમાં કરી જવાના . . . ચોર્યાશ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો