સોમવાર, 29 જૂન, 2020

Mari Navaldi Majdhar મારી નાવલડી મજધાર

Mari Navaldi Majdhar lyrics


મારી નાવલડી મઝધાર , તારો પ્રભુ એક જ છે આધાર , . 
શાસન પામી તાહરુને નથી ચિંતા પલભાર , 
પૂરવમાં કોઈ અઢળક પુણ્ય , દીઠો તુમ દેદાર . . . મારી . 

તું વિતરાગી હું છું રાગી , ભક્તિ કરું ભારોભાર , 
ભ્રમર ઇલીકા ન્યાયે પ્રભુજી , થઈશું તુમ સમનાથ . . . મારી . 

શાન્ત મુદ્રા તારા મુખની સુંદર , અખિયન છે અવિકાર 
સવિકારી અમે આવ્યા શરણે , તાર તાર મુજ તાર . . મારી . 

શ્રી શંખેશ્વર પાર્શ્વજીનેશ્વર , સાંભળજે આ વાત , 
સેવક માગે સેવા તમારી , તરવા ભવજળ પાર . . . મારી . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top