Prabhuji Tame Yaad jain stavan lyrics
પ્રભુજી તમે યાદ કરો , ભૂલો મારી માફ કરો
ફરી ફરી યાદ કરો , બાળકનો સાદ સુણો
વિનતી અમારી ધ્યાન દો જરા
કરુણા સાગરનું બિરૂદ ધરતાં દુઃખ ગ્લાનિ ભક્તોની દૂર કરતાં
થાય સુખ ઘણું તને યાદ કરતાં ભૂલી જાઉં દુઃખો તુજને સ્મરતાં
તરસું હું તરસું હું જોવા તુજને . . . પ્રભુજી તમે . . .
પહેલાં જ્યારે નાના હતા સાથે રમતાં , આજ પ્રભુ કેમ અળગા રહેતા
જૂના નાતા કેમ પ્રભુ ભૂલી જ ગયા , પ્રીતની સગાઈ કેમ વિસરી ગયા
આંખો મારી વરસી પડે જોઉં તુજને . . . કરુણા સાગર તું . . . .
યુગોથી છે તારી મારી પ્રીતડી પ્રભુ સગાઈ આ કેમ તમે વિસરી વિભુ
તારા વિના કેમ મારે જીવવું પ્રભુ , વેદનાની વાત તને હું કહું પ્રભુ
દશા આવી જોવી ગમે પ્રભુ તુજને . . . પ્રભુજી તમે . . . .
એવું ઇચ્છો બાળ તારા ઝૂરતા રહે , યાદ કરી કરી , તને રડતા રહે
પોતા સાથે કાયમ એ લડતા રહે , શોધવા એ તુજને ભટકતા રહે
શોભે નહીં આવું બધું પ્રભુ તુજને . . . પ્રભુજી તમે . . .
બાળ ગોપાળ બધા ખૂબ નાચતા સિદ્ધશિલા એ સહુ જાવા ઇચ્છતા
પ્રભુ ભેટીને ભાવમાં ચંડતાં છૂટા પડતાં સહુ રડી પડતાં
આવું બધું ગમતું હશે પ્રભુ તુજને . . . પ્રભુજી તમે . . .
વિશ્વમંગલ માટે તારું ધ્યાન કરીએ તપોવની બાળની આ વાત સુણીએ
જીવશિવ બને વિનતી કરીએ અરજી આ થોડી પ્રભુ કાન ધરીએ
એથી વધુ કહીએ શું પ્રભુ તુજને . . . પ્રભુજી તમે . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો