મંગળવાર, 30 જૂન, 2020

He Shankheshwar Swami હે શંખેશ્વર સ્વામી

He Shankheshwar Swami


હે શંખેશ્વર સ્વામી . . . . પ્રભુ જગ અંતર્યામી
તમને વંદન કરીએ ... શિવસુખના સ્વામી 

માર નિશ્ચય એક જ સ્વામી . . . બનું તમારો દાસ 
તારા નામે ચાલે .... મારા શ્વાસોશ્વાસ . . . 

દુઃખ સંકટને કાપો સ્વામી . . . વાંછિતને આપો 
પાપ અમારા હરજો . . . શિવસુખને દેજો  ... 

નિશદિન હું માગુ છું સ્વામી . . . તુમ ચરણે રહેવા 
ધ્યાન તમારું ધ્યાવું . . . સ્વીકારજો સેવા . . . 

રાત - દિવસ ઝંખું છું સ્વામી . . . તમને મળવાને 
આતમ અનુભવ માગું . . . ભવદુઃખ ટળવાને . . . 

કરણાના છો સાગર સ્વામી ... કૃપાતણા ભંડાર 
ત્રિભુવનના છો નાયક ... જગના તારણહાર ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top