Prabhu Te Mane Je
પ્રભુ ! તેં મને જે આપ્યું છે
એનો બદલો હું શું વાળું !
બસ તારી ભક્તિ કરી કરીને
મારા મનડાને વાળું ... પ્રભુ તેં .
પ્રભુ ! નરક નિગોદથી તેં તાર્યો
મને અનંત દુઃખોથી ઉગાર્યો
તારા ઉપકાર અનંતા છે ... એનો બદલો .
અહીં લગી પહોંચ્યો પ્રભુ તારી કૃપા
તુજ શાસન પામ્યો તારી કૃપા
જૈનધર્મતણી બલિહારી છે ... એનો બદલો .
પ્રભુ ! મોલ નગરનો સથવારો
હું મોહ નગરમાં વસનારો
તું ભવોભવનો ઉપકારી છે ... એનો બદલો .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો