Parsh Jineshwar
પારસ જિનેશ્વર , મારા હૈયે કરજો વાસ
શરણે આવ્યો રે , પ્રભુ રાખો મારી લાજ
હું છું પથ્થર જેવો નાથ , પારસ કરજો પારસનાથ
અંતર ખોલોને , મારી અરજી સુણજો નાથ . . . .
મારા પુણ્યોદયથી આજ , મળિયો તારા જેવો નાથ
તારી જ્યોતિ રે , કરશે મારો બેડો પાર . . . .
મારા સ્વામી રક્ષણહાર , એ તો સૌના તારણહાર
મુક્તિ મારગ રે , મારે જાવું દીનાનાથ . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો