Taro Maro Nato Janam Janam
તારો મારો નાતો જનમ જનમનો
તારો મારો નાતો જનમ જનમનો
આજ પિછાણી લે
દર્શન કરવા આવ્યો તારા દર્શન આપી દે
આપી દે દર્શન ... ( ૩ )
સાંજને સવાર તને યાદ કરું છું
અમી દષ્ટિ ઢાળી દે
હા ... ના . ... હા ... ના ... કરવા કરતાં
કોઈ રસ્તો કાઢી દે આપી દે દર્શન .
જન્મારા વિતી ગયા વાતમાં ને વાતમાં
આ જનમ ના જાવા દે
બેસી જા તું સામ સામે જોઈને હિસાબ મારો
સરવૈયું કાઢી દે આપી દે દર્શન ...
ત્રિલોકી નાથ તું તુજથી હું શું લડું
હાર મારી એમાં નિશ્ચિત છે .
પણ તું જ હરાવે તો હું હારું
મારી એમાં જીત છે .
આપી દે દર્શન ... દર્શન ... આપી દે દર્શન ... દર્શન ...
આપી દે દર્શન ... આપી દે . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો