શનિવાર, 27 જૂન, 2020

Prabhu maru aa jeevan પ્રભુ મારું આ જીવન

Prabhu maru aa jeevan jain stavan lyrics


( રાગઃ દાદા તારુ મંદિર તો ) 
પ્રભુ મારું આ જીવન , ધરું તારા તે ચરણોમાં . . .
નિશદિન ભક્તિ કરું તું રહે મારા નયનોમાં ... પ્રભુ . 

કાળ અનાદિ અનંતથી , હું ભટક્તો દુર્ગતિમાં , 
તારી કરુણા નજરે , હું આવ્યો સદ્ગગતિમાં ... પ્રભુ . 

તારી અમી નજરે , મને ગુરુમાં જ્ઞાની મળ્યા , 
અજ્ઞાનના અંધકારો ( અંધારા ) જ્ઞાનાંજને દૂર કર્યા ... પ્રભુ . 

પ્રભુ તારું આ શાસન , છે મુક્તિ નગરનું વાહન , 
અંતર્મુખ બને આતમ , તો શાસન તરવાનું સાધન ... પ્રભુ . 

તારી કૃપાદષ્ટીબળે , મારા ભવના ફેરા ટળે , 
કૃપાળુ દેવ ! હવે મારું મન બીજે ના ભળે ... પ્રભુ .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top