મંગળવાર, 30 જૂન, 2020

Siddhashila thi Padharo સિદ્ધશિલાથી પધારો

Siddhashila thi Padharo


સિદ્ધશિલાથી પધારો તમે મારી પ્રીતે
આંસુ લૂછવા પધારો તમે મારા હેતે 
કેમ આવ્યા નહીં મારા વ્હાલા સ્વામી 
શું પ્રીત ભક્તિમાં છે મારી ખામી 
હું રાહ જોઉં છું પ્રભુ આપની ( ૨ ) . 
સિદ્ધશિલા એ લઈ જાવા આવો તમે . . . 

મારું મન સદા તુજને ઝંખ્યા કરે 
અર્હમ્ અર્હમ્ નો નાદ ગુંજયા કરે 
તારા વિરહની વેદનામાં આંસુ ઝરે ( ૨ ) 
સિદ્ધશિલાએ શું પડઘા પડતા નથી . . . 

શું આતમના આનંદમાં ભૂલ્યા મને 
શું નિષ્કામ વિતરાગતામાં ભૂલ્યા મને 
મારે આવવું છે નાથ તમારી પાસે ( ૨ ) 

લઈ જવા અમને પ્રભુ આવો તમે . . . 
તુમ વિણ પ્રભુ સધળુ શૂન્ય ભાસે 
જયાં દૃષ્ટિ કરું ત્યાં વૈરાન લાગે 
આધાર મારો પ્રભુ તું હી સ્વામી ( ૨ ) 
બોલાવી લે પાસ ઓ વિતરાગી... , 

જગના જીવો તમારી પ્રીત પામે 
સર્વ ભક્તિ કરી મોક્ષ સુખ પામે 
વિશ્વનું મંગળ કરવા વરદાન આપો ( ૨ ) 

પ્રભુ પ્રીતે સહુનો મોક્ષ થાયે . . 
અનંતા અનંત સિદ્ધોની કૃપા વરસે 
અભિષેકની ધારે સિદ્ધરસ વરસે 
અણુ પરમાણુ શિવ બની જાયે ( ૨ ) 
પદ્મનંદી પર માની કૃપા વરશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top