સોમવાર, 22 જૂન, 2020

Tame Julo To Tamne Julavu તમે ઝૂલો તો

Tame Julo To Tamne Julavu


તમે ઝૂલો તો તમને ઝૂલાવું મહાવીર 
હૈયામાં બાંધ્યો મેં હીંચકો 
તમે હીંચો તો તમને હીંચાવું મહાવીર 
હૈયામાં બાંધ્યો મેં હીંચકો ... તમે.

તમે આંગણીયે પ્રભુ હું તો સાથિયા પુરાવું 
મારગડે નાથ હુંતો ફૂલડા વેરાવું 
તમે . . . . આવો પધારો દયાળુ ભગવંત 
હૈયામાં બાંધ્યો મેં હીંચકો ... તમે.

તમે સોનાના ખાટ નથી આરસના ઓરડા 
હીરા મોતીના નથી રેશમના દોરડાં 
તમને હૈયાના હેતે ઝુલાવું મહાવીર 
હૈયામાં બાંધ્યો મેં હીચકો ... તમે.

ભાવનાના પુષ્પ પ્રભુ તમને વધાવું 
અંતરનાં પ્રેમથી હું આરતી ઉતારું 
દાસની વિનંતીને સુણજો ભગવાન 
હૈયામાં બાંધ્યો છે હીંચકો ... તમે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Feed

સ્તવન સર્ચ કરો

Back To Top