સોમવાર, 29 જૂન, 2020

mane jadu re jagatma upakari મને જડ્યું રે

Mane Jadu Re Jagatma Upakari Jain Stavan Lyrics


મને જડયું રે જગતમાં ઉપકારી 
જિનશાસન સહુને સુખકારી ... મને . 

મને જડ્યું રે જગતમાં જયકારી 
જિનશાસન સહુને સુખકારી ... મને . 

જ્યાં રાય રંક ભુલાઈ જતાં 
ત્યાં પાપીનાં પાપ ધોવાઈ જતાં ... મને . 

જ્યાં રાગદ્વેષ વિલાઈ જતા , 
મોહમાયાનાં બંધન ભુલાઈ જતાં... મને . 

જ્યાં ત્યાગી મુનિવર વિચરંતા 
જિનવાણી તણાં ઝરણાં ઝરતાં ... મને . 

વિશ્વમંગલની ભાવના નિત્ય રહે 
જીવદયા સંયમતપે શોભી રહે ... મને . 

આવું શરણ સંગ જ્યાં હિતકારી 
ગુણ ગાતાં દેતાં બલિહારી ... મને .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top