He Adeshwar dada Jain Stavan Gujarati
હે મરૂદેવી માતાના નંદન વંદન કરીએ ભાવ ધરી
પ્રથમ જીનેશ્વર આદીશ્વર શ્રી ઋષભદેવનું નામ સ્મરી
સર્વે ગુણ સંપન્ન સુપુત્રી બ્રાહ્મી અને સુંદરી
જ્ઞાનવાન બળવાન સુપુત્રો ભરતરાય અને બાહુબલી
હે આદીશ્વર દાદા આવ્યો તમારે દરબાર
મરૂ દેવી માતાના નંદન વંદન વારંવાર રે . . .
ગાવું છું ગુણવાન તમારા , હે વિમલાચલવાસી
ભક્તિ કરું ભગવાન તમારા , દર્શનનો અભિલાષી
હે જગસ્વામી અંતરયામી , એક જ છે આધાર રે ...
ભરતરાય ને બાહુબલીની બે બાંધવની જોડી
બ્રાહ્મી સુંદરી સતીઓ જેવી શાસનમાં બહુ થોડી
પ્રાતઃસ્મરણીય પાવનકારી આપો મુક્તિધામ રે ...
વેદ પુરાણોમાં પંકાયું દાદા નામ તુમ્હારું
આશા લઈને આવ્યો દ્વારે કરો કામ અમારું
દેવદેવી નરનાર તમારો ગાતા જય જયકાર રે ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો