મંગળવાર, 30 જૂન, 2020

Shabd Ma Samay Nahi Evo Tu Mahan Lyrics શબ્દમાં સમાય નહીં

Shabd Ma Samay Nahi Evo Tu Mahan Lyrics


શબ્દમાં સમાય નહિ એવો તું મહાન 
કેમ કરી ગાવા મારે તારાં ગુણગાન 

ગજું નથી મારું એવું કહે આ જબાન 
કેમ કરી ગાવા પ્રભુતારાં ગુણગાન . 

હો ફૂલડાના બગીચામાં ખીલે ઘણાં ફૂલો 
સુંઘવા આવેલ પેલો ભ્રમર પડે ભૂલો . 
એમ તારી સૂરભિ ભુલાવે મને ભાન ... કેમ કરી 

હો અંબરમાં ચમકે અસંખ્ય સિતારા 
પાર કદી પામે નહિ એને ગણનારા 
ગુણ તારા ઝાઝા ને થોડું મારું જ્ઞાન ... કેમ કરી . 

હો વણથંભ્યા મોજાં આવે સરોવરને તીરે 
જોતાં ધરાયે નહીં મનડું લગી રે 
એક થકી એક ઊંચા તારાં પરિણામ ... કેમ કરી .

હો પૂરું તો પુરાય નહિ કલ્પનાના રંગો 
હારી જાય બધા મારા મનમાં તરંગો 
અટકીને ઊભું રહે મારું અનુમાન ... કેમ કરી .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top