Tame man muki ne varsya
તમે મુશળધાર વરસ્યા ... અમે જનમજનમના તરસ્યા
હજાર હાથે તમે દીધું પણ ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો તોયે અમે ભિખારી
તમે અમૃત રૂપે વરસ્યા . . . અમે .
સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જલાવી આતમ ઉજ્જવળ કરવા
તમે સૂરજ થઈને ચમક્યા . . . અમે .
શબ્દે શબ્દે શાતા આપે એવી પ્રભુની વાણી
એ વાણીની પાવનતાને અમે કદી ન પિછાણી
તમે મહેરામણ થઈ ઊમટ્યા અમે કાંઠે આવી તરસ્યા . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો