શુક્રવાર, 26 જૂન, 2020

Prabhu Tara Nayanothi પ્રભુ તારા નયનોથી

Prabhu Tara Nayanothi


પ્રભુ તારા નયનોથી અમૃત ઝરે છે
મુખ જોઈ તારું આ ... ( ૨ ) હયું હરે છે ... પ્રભુ તારા ... 

મુખડાની શોભા તારી લાગે છે પ્યારી 
દર્શન તારું પ્રભુ છે અતિ સુખકારી 
પાપી જીવોને ... ( ૨ ) પાવન કરે છે ... પ્રભુ તારા … 

માથે મુગટ કાને કુંડલ શોભે છે 
ટીલડી તો ભાલે કેવી ટમટમે છે 
આવી હૃદયમાં ... ( ૨ ) ભાવ ભરે છે ... પ્રભુ તારા ... 

મંદિર શોભે છે તારું કેવું સોહામણું 
ભક્તોને લાગે એ તો મુક્તિનું લ્હાણું 
ધજાઓ ગગનમાં ... ( ૨ ) કેવી ફરફરે છે ... પ્રભુ તારા ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top