બુધવાર, 24 જૂન, 2020

Tame To Amara Ame To Tamara તમે તો અમારા

Tame To Amara Ame To Tamara

તમે તો અમારા , અમે તો તમારા , 
સંબંધો છે આપણા , પુરાણા પુરાણા ... તમે તો૦ 

એક યુગમાં આપણે સાથે હતા રે , 
દિવસો મિલનના કેવા જતાં રે ! 
સમયની સંગાથે , ભુલાણા ભુલાણા . . . સંબંધો૦ 

તોડ્યાં તમે તો ભવ કેરાં ચક્કર , 
મારા નસીબે આ સંસાર ચક્કર , 
મોહ - માયામાં અમે ફસાણા ફસાણા . . . સંબંધો૦ 

અરિહંત પદને પામ્યા તમે તો , 
સંસાર . માયામાં રહી ગયા અમે તો 
અમે લોભ - ક્રોધમાં ભરાણા ભરાણા . . . સંબંધો૦ 

તારા મિલનનાં અરમાને ઘૂમું , 
ક્યારે આવી તારાં , ચરણોને ચૂમું , 
વિરહનાં અશ્રુ વેરાણાં વેરાણાં . . . સંબંધો૦

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top