Tamara Prabhuji Darshan Thayane
તમારા પ્રભુજી દર્શન થયાને
હૃદયમાં અનોખી અસર થઈ ગઈ છે ...
અમીથી ભરેલી દષ્ટિ નીહાળી
મારી નજર તો સ્થિર થઈ ગઈ છે ...
તમારી જ પ્રિતીમાં પાગલ બન્યો છું .
હું દર્શનની ખાતર ઘણો થનગન્યો છું ,
તમારા જ રંગે રંગી છે કાયા
ભક્તિરસે તરબતર થઈ ગઈ છે . . .
જાદુ ભરેલી છે આપની વાણી
સર્વ જીવોને છે જગ કલ્યાણી
ભલે યુગને યુગ વીત્યા છતાંયે
વાણી અને અમર થઈ ગઈ છે ...
મારી તમારી આ કેવી સગાઈ
કાપી શક્યો છું ના વસમી જુદાઈ
ભક્તિમાં મુજથી જાણે અજાણે
ભાવોની કોઈ કસર રહી ગઈ છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો