Mukti Male ke Na Male lyrics
મુક્તિ મળે કે ના મળે ... મારે ભક્તિ તમારી કરવી છે ;
મેવા મળે કે ના મળે ... મારે સેવા તમારી કરવી છે .
મારો કંઠ મધુરો ન હોય ભલે , મારો સૂર બેસૂરો હોય ભલે
શબ્દો મળે કે ના મળે , મારે સ્તવના તમારી કરવી છે ;
મુક્તિ મળે કે ...
આવે જીવનમાં તડકા છાયા , સુખ દુઃખના પડે ત્યાં પડછાયા
કાયા રહે કે ના રહે , મારે માયા તમારી કરવી છે ;
મુક્તિ મળે કે ...
હું પંથ તમારો છોડું નહિ , ને દૂર દૂર ક્યાંયે દોડું નહિ .
પુણ્ય મળે કે ના મળે , મારે પૂજા તમારી કરવી છે ;
મુક્તિ મળે કે ...
All time best Jain gujrati stavan I heard very very heart touching lyrics and music composition
જવાબ આપોકાઢી નાખોઆભાર
કાઢી નાખો