સોમવાર, 29 જૂન, 2020

Mahavir Swami Mahara મહાવીર સ્વામી માહરા

Mahavir Swami Mahara Lyrics Jain Staven


( રાગ - આવો આવો દેવ મારા . . . ) 
મહાવીર સ્વામી મહારા . . . . . 
મારે જાવું સાગર પાર 
મુજને મારગડો દેખાડ . . . . 

આડા કંટક કાંકરા ને . . . 
કેમ કરી જવાય ... મુજને . 

ભવસાગરમાં ભમતાં ભમતાં 
હજુ ના આવ્યો પાર . . . . 

રાગ - દ્વેષના અનેક બંધન . . . ( ૨ ) 
છૂટે ના ભવ પાર ... મુજને . 

નાવડી મારી મધદરિયે છે 
બેઠી ઝોલા ખાય ; 

સુકાની થઈને મહાવીર આવો 
ઉતારો ભવ પાર . . . મુજને . 

નાવડી મારી ડૂબી રહી છે 
સહાય કરો ભગવાન ; 

અષ્ટકર્મનો ક્ષય કરીને 
આવું તમારી પાસ . . . મુજને .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top