surya chandra aakash
સૂર્ય - ચંદ્ર આકાશ પવનને , વર્ષા જેમ બધાના છે .
સૂર્ય - ચંદ્ર આકાશ પવનને , વર્ષા જેમ બધાના છે .
મહાવીર કેવળ જૈનોના નહીં , પણ આખી દુનિયાના છે ... .
જન્મ ભલેને અહીં લીધો પણ , જ્યોત બધે ફેલાવી
સૂર્ય ભલેને અહીં ઉગ્યો પણ , પ્રકાશ છે જગ વ્યાપી
પ્રાણી માત્રના પ્યારા એ પયગંબર માનવતાના છે . . .
સત્ય અહિંસા પ્રેમ કરુણા , ભાવ છે મંગલકારી
અનેકાંતની વિચારધારા , સર્વ સમન્વયકારી
પતિતને પાવન કરનારા , પાણી જેમ ગંગાના છે . . .
વિરાટ એવા વિશ્વપુરુષને , વામન અમે કર્યો છે
વિશાળ એના વિશ્વધર્મને , વાડા મહીં પૂરાવ્યો છે .
જીવનના જ્યોર્તિધર એતો જગના જ્ઞાન ખજાના છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો