સોમવાર, 29 જૂન, 2020

Me To Dithu Snshare મેં તો દીઠું સંસારે

Me to Dithu Sansare Jain Stavan Lyrics

મેં તો દીઠું સંસારે સોહામણું 
જૈન શાસન છે સૌથી રળિયામણું ... મેં તો . 

અમર આશાનાં સૂત્રો મહાન છે 
ત્યાગ ભાવનામાં કર્મો પ્રધાન છે 
સત્ય નીતિનું સાચું સંભારણું ... મેં તો ...

જેની વાણીમાં નીતરતું જ્ઞાન છે 
એવા સુકાની મહાવીર ભગવાન છે 
માતા ત્રિશલા ઝુલાવે જેનું પારણું ... મેં તો . 

જેના કલ્યાણકારી વિધાન છે 
જીવનમાં મુક્તિનું નિધાન છે 
શિવ - લક્ષ્મી વરવાનું વધામણું ... મેં તો .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top