શુક્રવાર, 26 જૂન, 2020

Nathi Janato Tari નથી જાણતો તારી

Nathi Janato Tari 


નથી જાણતો તારી ભક્તિની રીત 
તારી સાથે બાંધવી છે પ્રભુ મારે પ્રીત 
ભલેને આ દુનિયા સારી થાય વિપરીત .... રે તારી.

તારી ને મારી વચ્ચે અંતર છે ઝાઝું , 
ક્યાં તાંતણે હું પ્રભુ તને બાંધું , 
તને પામવાને હું કયું ગાઉં ગીત .... રે તારી.

નથી જાણતો હું , તને શું ગમે છે , 
છતાં નમ્ર થઈને મારું મસ્તક નમે છે , 
તારું નામ લેતા હૈયું થાય પુલકિત ... રે તારી.

નથી માગવા મારે હીરા ને મોતી , 
આપે તો આપજે તારી પ્રેમજ્યોતિ , 
તારા રે સ્મરણનું સંગીત ગુંજે નીત નીત.... રે તારી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top