Mara Prabhuji Ni Aankhe Varsi Karavani Lyrics
મારા પ્રભુની આંખે વરસી કરવાની ધાર રે
લઈ જાશે સહુને એ , સિદ્ધશીલા મોઝાર રે ...
જ્યારે વરસી કરુણા , અણુ - પરમાણુમાં
ત્યારે થયો મૂર્તિમાં પ્રભુ તારો વાસ રે ...
જ્યારે વરસી કરુણા , મંદિર કેરા ધામમાં
મંદિર બની ગયું , સમોવસરણ ધામ રે ...
જ્યારે વરસી કરુણા , નારકીના જીવ પર
શાતા પામી જીવો . પામશે સિદ્ધપદ ...
જ્યારે વરસી કરુણા , દેવોના વિમાનમાં
કલ્યાણક ઉજવાય પાંચ , સકલ દેવલોકમાં ...
જ્યારે વરસી કરુણા , માનવીના મન પર
મન થયું સ્થિર ધીર , પામ્યા કેવળ જ્ઞાન રે ...
જ્યારે વરસી કરુણા , માનવ વચન પર
વચન યોગ બન્યો ત્યારે , શ્રુતનો પ્રકાશ રે ...
જ્યારે વરસી કરુણા , માનવીના દેહ પર
કાયા બની યોગ રૂપ , સર્વ વિરતી થાય રે ...
મારા વહાલા પ્રભુ રે , ત્રણ લોકના નાથ રે
વિશ્વમંગળ કાજે પધારે , સમોવસરણ મોઝાર રે ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો