Bhakti Karta Chhute Mara Pran
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
પ્રભુ એવું માંગુ છું રહે હૃદય કમળમાં તારું ધ્યાન. . . પ્રભુ ...
તારું મુખડું મનોહર જોયા કરું
રાત - દિન ગુણો તારા ગાયા કરું
અંત સમયે રહે તારું નામ . . . પ્રભુ ...
મારી આશા નિરાશા કરશો નહિ
મારા અવગુણ હૈયામાં ધરશો નહિ
શ્વાસોશ્વાસે રહે તારું ધ્યાન . . . પ્રભુ ...
મારા પાપ ને તાપ સમાવી લેજો
આ સેવકને ચરણોમાં રાખી લેજો
દેજો આવીને દર્શન દાન. . . પ્રભુ ...
તારી આશાએ પ્રભુ હું તો જીવી રહ્યો
તમને મળવાને પ્રભુ હું તો તલસી રહ્યો
મને રાખો તમારી પાસ . . . પ્રભુ ...
મારા ભવોભવનાં પાપો દૂર કરો
મારી અરજી પ્રભુજી હૈયે ધરો
તમે રહેજો ભવોભવ સાથ . . . પ્રભુ ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો