Tara Re Nam No Jain Stavan Lyrics
તારા રે નામનો લીધો મેં સહારો
તું મારો સૂર , પ્રભુ હું એકતારો ,
ઓ સ્વામી મુજને ભવથી ઉગારો ,
મારી વિનંતી હવે ઉર ધારો ... તારા રે નામનો .
આ રે સંસારમાં ભમતાં ભમતાં
રહીએ રે ભવભવમાં દુખડાઓ ખમતાં
લાગ્યો છે થાક પ્રભુ હવે એકધારો ... તારા રે નામનો .
ક્યારેક રાગી , ક્યારેક દ્વેષી
ક્યારેક કામી ને ક્યારેક કલેષી ,
આ ચિત્તવૃત્તિનો મળે ના કિનારો ... તારા રે નામનો .
પ્રીતિ આ જગની કરી કરીને ,
દગા અને ફટકાની છાબો ભરીને .
માન્યો છે તને હવે પ્રીતમ મારો ,
જોજે તૂટે ના હવે આશાનો મિનારો . . . તારા રે નામનો .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો