શુક્રવાર, 26 જૂન, 2020

prabhu ek vinti પ્રભુ એક વિનંતી

prabhu ek vinti


પ્રભુ એક વિનંતી . હવે તો સ્વીકારો 
નથી ગમતું ભવમાં ... હવે તો ઉગારો . . . 
કદી ક્રોધનાં તો વાદળ ચઢે છે 
સમજના સૂરજને તે આવરે છે 
સમીર થઈ ક્ષમાના ... હવે તો પધારો 

કદી માનહાથી આવી ચઢે છે 
વિનયના શિખરથી ગબડાવી દે છે 
સમર્પણની સરગમ બનીને પધારો 

કદી તો કપટના કાંટાં ઊગે છે 
નિખાલસ વિચારોના ફૂલો વીંધે છે  
માળી બનીને હવે તો પધારો 

લાલસાનો સાગર તોફાને ચઢે છે 
તપ અને ત્યાગનાં વહાણો ડૂબે છે 
સુકાની બનીને હવે તો પધારો 

હૃદયકમળમાં જો તું પધારે 
જીવનની સફર તો પાર ઉતારે 
વીર બનીને હવે તો પધારો .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top