Lagani Lagi Re amne Vahala Prabhu Vir ni Jain Stavan Gujarati
લગની લાગી રે અમને વ્હાલા પ્રભુ વીરની ... હો ... ( ૨ )
વ્હાલા પ્રભુવીરની , ... મારા પ્રભુ વીરની લગની ...
૧ .ત્રિશલાના નંદન વીરજી , સુણો મારી વિનતિ
ભવોભવ ભટકી પ્રભુજી , ગયો હવે હું થાકી ...
મહાવીર સ્વામીજી ... સ્વીકારું શરણાગતિ ... લગની ...
૨ . ઝેરીલો ચંડકોશિયો , આપે ઉગાર્યો ...
દ્રોહીલો એ ગોશાળો , આપે જ તાર્યો ...
દોષે ભરેલો હું છું . . . દોષોથી વારજો ... લગની . .
૩ . સુલસા શ્રાવિકાને ; આપે ઉગારી ,
ચંદનબાળાને સ્વામી , આપે જ તારી ,
કરુણાના સાગર મહારા , બનો ઉપકારી ... લગની ...
૪ . પાપો પખાળવાને , અંતરે આવજો ,
વિકારોને શાંત કરવા , નયને પધારજો ,
રોમે રોમે બિરાજી મને વિદેહી બનાવજો ... લગની ...
૫ . ઉપસર્ગો સામે સ્વામી , સમતા તે ધારી ,
પરિષહો આવ્યા તોયે , તિતિક્ષાધારી ,
મહાવીર સ્વામી અમને મહાવીર બનાવજો ... લગની ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો