સોમવાર, 29 જૂન, 2020

Mandir Padharo Swami Saluna મંદિર પધારો સ્વામી

Mandir Padharo Swami Saluna lyrics


મંદિર પધારો સ્વામી સલૂણા 
તમારા વિના નાથ ક્યાંયે ગમે ના . મંદિર ...

અંતરની વાતો આંસુ કહે છે 
પ્રભુ મુખ જોવાને દષ્ટિ ચહે છે 
હવે નાથ ઝાઝું તલસાવશો ના . . . મંદિર ...

સ્મરણ જન્મ જૂના સ્મૃતિમાંહે આવે 
નયન શોધતાં તમને... પ્રભુ આર્ત ભાવે 
કે મુખ પરથી દષ્ટિ હટાવી હટે ના . . . મંદિર પધારો ...

તમે જઈ વસ્યા સ્વામી ... સ્વરૂપ મહેલમાં 
૨ઝળતો રહ્યો છું સંસાર વનમાં 
હવે નાથ અંતરથી અળગા થશો ના . . . મંદિર પધારો ...

પ્રભુ અમને તારો . . . ઉગારો બચાવો 
મૂકી મસ્તકે હાથ ... પાર ઉતારો 
કૃપાવંતને ઝાઝુ કહેવું ઘટે ના . . . મંદિર પધારો ... 

અંતરની જ્યોતિ પ્રગટાવી જાઓ 
અમી આતમના છલકાવી જાઓ 
ક્ષમાવંતને ઝાઝું કહેવું ઘટે ના . . . મંદિર પધારો ... 

હરખાતી પળપળ પ્રભુ તમને જોઈ 
હવે દિન વિરહના વીતે રોઈ રોઈ 
વિયોગનું દુઃખ આવું હશે ના . . .  મંદિર પધારો ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top