Bhavu Tari Bhavna
ભાવું તારી ભાવના
ભાવું તારી ભાવના
હે જીનરાજ તારી કરવી છે મારે આરાધના ... ભાવું તારી .
તૂટ્યો ફૂટ્યો તંબૂરો લઈને ... તવ મંદિરે આવું
તાલ સૂરની સમજ પડે ના ... તોયે ભાવથી ગાવું
જીવનસંગીતની કરવી છે મારે સાધના . . . ભાવું તારી .
અગણિત તારા ગુણની ગરવી કરવી મારે કવિતા
નિત્ય નિરંતર ઘટઘટ વહેતી ... તારી સ્નેહસરિતા
કરું છું સદાયે તારી કરુણાની કામના . . . . ભાવું તારી .
જીવન ઉજ્જવળ કરવા કાજે ઝંખું પ્રેમળ જ્યોતિ
જુગજુગથી આ આતમ મારો , તને રહ્યો છે ગોતી
સ્વીકારજે તું મારી અધૂરી ઉપાસના . . . . . ભાવું તારી .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો