બુધવાર, 24 જૂન, 2020

Trishla No ladakvayo ત્રિશલાજીનો લાડકડોને

Trishla No ladakvayo


ત્રિશલાજીનો લાડકડો ને . . સિદ્ધારથ શણગાર 
મહાવીર તારા નામે મારે . . . તરવો છે સંસાર 
રાજપાટના સુખ અનેરા . . . તોયે ત્યાગી દીધાં 
વનનાં દુઃખડાં હાથે કરીને ... માથે વહોરી લીધાં 
હસતાં હસતાં સહન કર્યા તેં પરિષહ પારાવાર ... . મહાવીર . 

ભાન ભૂલીને ચંડકૌશિકે ... ડંખ ભયંકર દીધા 
બુઝ બુઝના અમૃતવેણે... દુઃખડા સંહરી લીધાં 
માવડી થઈ ને પંદર દિવસે ... મોકલ્યો સ્વર્ગ મોજાર ... મહાવીર . 

કાળચક્રને મૂક્યું તો યે ... દિલમાં સમતા રાખી 
આગ સમા એ સંગમ સામે . ... છાંટ્યું પ્રેમનું પાણી 
સંકટોનો સ્વીકાર કરીને . . . . ક્ષમા હૃદય ધરનાર . . . . મહાવીર . 

રક્તતણાં આ કણકણમાંહી .... તારું શાસન હોજો 
તારા શાસન કાજે . . . મરી ફીટવાની હિંમત દેજો 
ભરી ઘો ને રગરગમાંહી ... વીર શાસનનો પ્યાર ... મહાવીર .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top