Yaad Aave Mori Ma Jain Stavan Lyrics
યાદ આવે મોરી મા... યાદ આવે મોરી મા
જનમદાતા જનની મોરી , યાદ આવે મોરી મા
નાનો હતો તે દિ ' લાડ લડાવતી મોઢામાં ભોજન દેતી
નાના રસોડે જમવા બેસી... ચાનકી ધરી દેતી
કેવી માયાળું મા ... કેવી પ્રેમાળું મા
જનમદાતા... જનની મોરી યાદ આવે મોરી મા
રડતો હું તો જ્યારે જ્યારે... દુઃખી એ બહુ થાતી
દીકરા મારા જોઈએ તને શું શું ! બોલ બોલ એમ કહેતી .
મારાં આંસુ લોતી મા માથે હાથ ફેરવતી મા
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી મા
પા - પા પગલી ભરતો જ્યારે... રાજી એ બહુ થાતી
કાંઈ બોલું ને... કાંઈ ચાલું તો ઘેલી ઘેલી થાતી
કેવી પ્રેમાળું મા . . . . કેવી માયાળુ મા
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી મા
તપોવનમાં ભણવા આવ્યો , સંસ્કાર લઈને જઈશ
માતા - પિતાની સેવા કરીને આશિષ રૂડા લઈશ
મારું સાચું તીરથ મા , મારું મોટું તીરથ મા.... આ છે મારી મા....
જનમદાતા જનની મોરી , યાદ આવે મોરી મા .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો