Rangai Jane Rangma Jain Stavan Lyrics
રંગાઈ જાને રંગમાં . . . તું રંગાઈ જાને રંગમાં
પ્રભુવીર તણા રંગમાં ... ગુરુજીતણા સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
આજે ભજશું કાલે ભજશું . ભજશું મહરાવીર નામ ( ૨ ) જમનું જ્યારે તેડું આવશે ... લઈ જશે એના સંગમાં ....
રંગાઈ જાને રંગમાં
આજે ભજશું કાલે ભજશું આદિનાથ ( ૨ )
શ્વાસ ખૂટશે . . . નાડી તૂટશે
પ્રાણ નહિ રહે તારા તનમાં ... તું .
જીવ જાણતો ઝાઝું જીવશું ... મારું છે આ તમામ
પહેલાં અમર કરી લઉં નામ
તેડું આવશે જમનું જાણજે ... જાવું પડશે સંગમાં ... તું
ઘડપણ આવશે ત્યારે ભજશું
પહેલાં ઘરનાં કામ
પછી જાશું તીરથધામ
આતમ એક દિન ઊડી જાશે ...
તારું શરીર રહેશે પલંગમાં ... તું . ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો