Mahaveer No Mahima Nyaro jain stavan lyrics
મહાવીરનો મહિમા ન્યારો એનો ગાતા ના ' વે આરો
મહાવીરનો મહાવીરના મુખમાંથી વહેતી ... ગંગા જેવી વાણી
પ્રેમ ભરેલાં વચનો કરતાં ... પથ્થરને પણ પાણી
એ સહુનો છે ચાહનારો ... મહાવીરનો .
થોડું બોલવું થોડું ચાલવું , નિદ્રા એની થોડી
થોડું રે ભોજન ઝાઝી તપસ્યા , જગમાં એની ન જોડી
એ તો જગનો છે તારણહારો ... મહાવીર .
મહાવીર કોઈ દિ ડરે નહિ ને ... કોઈને નહિ ડરાવે
પોતે સહન કરી લે કિન્તુ ... કોઈને નહિ સતાવે
એ મુક્તિનો દેનારો ... મહાવીરનો .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો