He Kirtar Mane Aadhar Taro
હે કિરતાર મને આધાર તારો , જોજે ના છૂટી જાય .
હે પ્રભુ ! તારા પ્રેમનો ખજાનો , જોજે ના ખૂટી જાય ...
તારો આધાર મને આ અવનિમાં , આપે પ્રકાશ જયોત આ રજનીમાં
શ્રદ્ધાથી બાંધી છે ગાંઠો મેં સ્નેહની , જો જે ના છૂટી જાય . . .
શક્તિ પ્રમાણે ભક્તિ કરું છું . આ જીવન તું જ ચરણે ધરું છું
પ્રેમનો પ્યાલો પીવા જાઉં ત્યાં , જો જે ના છૂટી જાય ...
ગાઉં છું હે પ્રભુ ગીત તુજ પ્રીતના , સ્નેહથી ભરેલા સૂરો સંગીતના
લાખના હીરાને હાથમાંથી કોઈ , જોજે ના લુંટી જાય ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો