સોમવાર, 29 જૂન, 2020

Mahamantra Che Moto Jag Ma મહામંત્ર છે મોટો જગમાં

Mahamantra Che Moto Jag Ma jain stavan lyrics

મહામંત્ર છે મોટો જગમાં , એક જ શ્રી નવકાર રે 
ધૂન લગાવો સાથે મળી સહુ એ છે તારણહાર રે ... 
નમો અરિહંતાણં કહેતા , તરિકે સાગર પાર રે ( ૨ ) 
નમસ્કાર હોજો સિદ્ધોને , કોટિ કોટિ વાર રે ( ૨ ) 
આચાર્ય ભગવંતો ને હું , વંદુ વારંવાર રે ... ધૂન .

ઉપાધ્યાય સ્વાધ્યાય દઈને , કરે સદા ઉપકાર રે . . ( ૨ ) 
સાધુની સેવા કરવાને , થાજો સૌ તૈયાર રે . ... ( ૨ ) 
એ પાંચેની ભક્તિ કરીને , સફળ કરો અવતાર રે ... ધૂન 

નવકારના અનેક ગુણો , ગણતા નાવે પાર રે ( ૨ ) 
એમાં પૂર્ણપણે સમાયો ચૌદ પૂર્વનો સાર રે . . ( ૨ ) 
ધન્ય ધન્ય અવતાર જેનો , સમરે શ્રી નવકાર રે... ધૂન 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top