Bhagavan ni daya no
ભગવાનની દયાનો . . . ભરપૂર છે ખજાનો
ખૂટે નહિ કદાપિ એની . . . . પ્રીતનો ખજાનો
. . . ભગવાનની દયાનો .
લેનાર હોય તેને . . . . આપે હજાર હાથે
ખાલી ન જાય કોઈ . . . . દાતાર છે મજાનો
. . . ભગવાનની દયાનો .
એની નજરમાં કોઈ . . . ઊંચું નથી કે નીચું
સહુએ છે એક સરખા ... નાનું ન કોઈ મોટું
. . . ભગવાનની દયાનો .
દેખી શકાય તુજને ... દષ્ટિ નથી અમારી
ઘટઘટ માંહી બિરાજે ... આવીને છાનોમાનો
. . . ભગવાનની દયાનો .
દુઃખિયાનો તું દિલાસો . . . ડૂબતાનો તું સહારો
શ્રદ્ધાભરી છે હૈયે . . . આખર તું તારવાનો
. . . ભગવાનની દયાનો .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો