Prabhuji re Bhavsagar Ma Bhamara Bhamara
પ્રભુજી રે ... ભવસાગરમાં ભમતાં ભમતાં
પ્રભુજી રે ... ભવસાગરમાં ભમતાં ભમતાં
આવ્યો તારે દ્વારા
નૈયા પ્રભુ મારી પાર ઉતાર .... ( ૨ )
મધદરિયે મારી નાવ અટવાય ... નૈયા પ્રભુ .
સ્વારથની આ ... દુનિયામાં પ્રભુ
મુખડું તારું જોયું ... ( ૨ )
દાવાનળ નીરખી નીરખીને
હૈયું મારું રોયું ... ( ૨ )
પ્રભુજી રે ... . અંતર કેરી આગ બુઝાવો
વીનવું છું જિનરાય . . . નૈયા .
કામક્રોધ માયાના ઝૂલે ... જીવન મારું ઝૂલે
રંગરાગમાં ભાનભૂલીને ... ચડિયો હું ચગડોળે ... ( ૨ )
પ્રભુજી રે ... કૃપા કરીને પાર ઉતારો ... વીનવું છું જિનરાય ... નૈયા .
ભાવભક્તિરસ પુષ્પો કેરા
રસથાળ લઈ આવું
હૈયામાંહી હોંશ ધરીને
ભક્તિ ગીતો ગાવું
પ્રભુજી રે . . . . દર્શન દેજો દીનદયાળા
વીનવું છું જિનરાય ... નૈયા પ્રભુજી .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો